visnagar
600
#4c4c4c
Advertisement Services
Agriculture Products
Apparels Clothing & Footwear
BANK
Beauty & Healthcare
Books & Stationaries
COURIER SERVICES
Computer & Internet
Construction
DJ SOUND
Education & Career
Electronics & Electrical
Fashion Accessories
Food & Beverage
Furniture & Hardware Products
Gems & Jewellery
Gifts Handicrafts & Decoratives
Hospital
Hotel & Restaurant
Interior Designers & Architecture
Kitchenware & Appliances
Packaging & Labelling
PHOTO STUDIO
Printing & Publishing
Sports & Fitness
Tailor
Tour and Travel
Advertisement Services
Agriculture Products
Apparels Clothing & Footwear
Automobile & Spare Parts
Ayurvedic Drugs & Products
BANK
Beauty & Healthcare
Books & Stationaries
Business Services
COURIER SERVICES
Chemical Products & Equipments
Computer & Internet
Construction
DJ SOUND
Education & Career
Electronics & Electrical
Event Management
Fashion Accessories
Film & Movie Production
Financial & Legal Advisors
Food & Beverage
Furniture & Hardware Products
Gardening Tools & Services
Gems & Jewellery
Gifts Handicrafts & Decoratives
Goods & Services On Hire
Heavy Transport Components & Parts
Hospital
Hotel & Restaurant
Housekeeping & Facility Management
Human Resource Services
Industrial Supplies
Interior Designers & Architecture
Kitchenware & Appliances
Laboratory & Testing Equipment
Luggage & Bags
Mechanical Components & Services
Pan parlour
Packaging & Labelling
Paper & Paper Products
Pharmaceutical & Medical Supplies
PHOTO STUDIO
Printing & Publishing
Provision Store Merchant
Real Estate
Security Equipment & Services
Sports & Fitness
Tailor
Telecommunications
Textile Goods & Services
Tour and Travel
Toys, Games & Baby Care
Vocational & Corporate Training
Blood Bank
Visnagar
98247 20708 , 02765-230530 , 02765-220903
→ Hours of Operation ←
Monday to Sunday : 24 x 7
G.E.B
Visnagar
: 02765-230600 (City) , 02765-231601 (Village) , 02765-230602 (Sub Station)
→ Hours of Operation ←
Monday to Sunday : 24 x 7
Telephone Exchange
Visnagar
02765-231900 , 02765-230025
→ Hours of Operation ←
Monday to Sunday : 24 x 7
વિસનગર નો ઈતિહાસ
- આ પ્રદેશ માટે એક ઇતિહાસના તેજવી પાના મુસ્લિમ આક્રમણના સમયમાં લેવાયા છે. સાતમી સદીના સુતભાગમાં કલ્યાણના રાજવી ભુંવડે પુંચાસુરનું પતન કર્યું. પરંતુ રાની રૂપ સુંદરી વનરાજને જન્મ આપતાં બચી ગી અને ચાંપાનેર અને અણહિલવાડ પાટણ જેવા બે અગત્યના શક્તિશાળી શહેરો વસાવ્યા. ચાવડા વંશના સાતમાં વારસ રણતુંગસિંહના હાથમાંથી સત્તા રાજા મુળરાજ સોલંકીને પ્રાપ્ત થઇ. સોલંકી વંશના શાસન દરમ્યાન ગુજરાતની સમૃદ્ધિમધ્યાહને ઝળહળતી હતી. આ સમૃદ્ધિનો અંત આવ્યો. ભીમદેવ બીજાના સમય દરમ્યાન ૧૩૦૪ માં મુસલમાનોએ ગુજરાત જીત્યું. અને આશરે એકાદ સૈકા માટે રાજ કર્યું . અજમેરના રાજવી વિશળદેવે બીજા રાજપુત રાજવીઓ સાથે મળી મુસલમાનોને પરારસ્ત કરવા પ્રયત્ન કર્યો. જેમાં ભીમદેવ સામેલ થયેલ નહી. આથી ભીમદેવ સાથે યુધ્ધ કરી વિમાંલ્દેવે વિજય મેળવ્યો. જે સ્થળે વિજય મેળવ્યા તે સ્થળે સને - ૧૦૨૪ માં વિસનગર શહેર નામ રાખ્યું તે આજનુ વિસનગર.
- આઘ અૈતિહાસિક કાળમાં સમગ્ર ગુજરાત માટે "આનર્ત" શબ્દ પ્રયોજાયો છે. પાછળથી આ જ શબ્દઅત્યારના ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર માટે પ્રયોજાયો. એ કાલમાં આ વિશાલ ભૂખંડની પાટનગરી "કુશસ્થલી " અર્થાત ધ્વારીકા " વડનગર " બની રહ્યું. જે આનર્તપુર , આનર્તનગર , વૃન્દનગર કે કેવળ નગર તરીકે ઓળખાયું. વડનગરની બિલકુલ પાસે વિસનગર હોવાથી વડનગરની ઐતિહાસિકતા વિસનગરને ગળી ગઈ . આને કારણે વિસનગર પ્રાચીન હોવા છતાં તેની સ્થાપના છેક વાઘેલા કાળમાં થઇ એવી માન્યતાને પ્રબળ સમર્થન મળ્યું એટલુજ નહિ ફાર્બસ જેવા વિધ્વાનો તો સત્ય તરીકે તેનો સ્વીકાર કર્યો. આનું કારણ વિસનગરની પ્રાચીનતા સિદ્ધ કરવા માટે મળતા આધારોનું દારિદ્રય છે.
- વિસનગર સંબંધિત સાહિત્યિક આધારો તો પાછળના કાલમાં ઉપલબ્ધ થયા પરંતુ વિસનગરની આસપાસના વિસ્તારોમાં પેઢામલી, આગલોડ , હડાદ , રામપુર જેવાં ગામોમાંથી પુરાવિદ રોબર્ટ બ્રુશફૂટે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આધપાષણ યુગના અવશેષો શોધી કાઢતાં પ્રસ્થાપિત માન્યતામાં પરિવર્તન કરવું જરૂરી બન્યું. ત્યારબાદ આઝાદી પછી ભારતીય તજજ્ઞોએ પણ વાલમ , તરભ , ખંડોસણ , અને વલાસણામાંથી આવી વસાહતો શોધી કાઢી. અત્યારના વિસનગરનું ઉપનગર કાંસા પણ કાંસ્ય યુગની આવી વસાહતનું સૂચન કરે છે.
- વિસનગરનું પ્રાચીન અસ્તિત્વ હતું એવા અવશેષીય આધારો વિસનગરમાંથી જ ઉપલબ્ધ થાય છે. જેમાં મહાકાળેશ્વર મંદિરના પ્રસ્તારો , મૂળમંદિરનાં કિર્તીમુખ અને કિચકો , મંદિરના પરીસરમાંનું અર્ધપર્યુકાસન શિલ્પ , દેળીયા તળાવની પાળનો છેદ , પિંડારિયા તળાવના ગળનાળાંના કેટલાક થરો અને તેની આસપાસ વેરાયેલાં ઠીકરાં નાેંધપાત્ર ગણાય.
- પ્રાચીન તેમજ મધ્યકાલીન વિસનગરના અભિલેખિક ઉલ્લેખો જવલ્લે મળે છે. તેનો આ સમયના પૂર્વાર્ધનો ઈતિહાસ કેટલીક ધારણાઓ પર આધારિત છે. દા.ત. વિસનગરનો વિસ્તાર ઈ.સ.પૂર્વે છઠ્ઠી પાંચમી સદી દરમ્યાન આનર્તનો ભાગ હશે. આનર્તનો ઉલ્લેખ જુનાગઢ-ગિરનારના રૂદ્રદામનના શિલાલેખમાં થયો છે. મૈત્રક કાલનાં મોટા ભાગનાં દાનપત્રો વડનગરમાંથી અપાયેલાં છે પરંતુ તેમાં વિસનગરનો વિસનગર નામથી ક્યાંય ઉલ્લેખ નથી. એ જ રીતે વડનગરની મુલાકાત લેનાર ચીની સાધુ યુઅન શ્વાંગ પણ વિસનગરનો ઉલ્લેખ કરતો નથી. ત્યારબાદ આ વિસ્તાર રાષ્ટ્રકૂટો , પ્રતીહારો અને છેવટે ચાવડાઓના હસ્તક આવ્યો પરંતુ તેમના કોઈપણ અભિલેખમાં વિસનગર દેખાતું નથી .
- ફાર્બસે વિસનગરની સ્થાપના વિસળદેવ વાઘેલાએ કરી એવું પોતાના બિન ઐતિહાસિક ગ્રંથ "રાસમાળા" માં સાબિત કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેનો પ્રવર્તમાન સંશોધનના અંતે સ્વીકાર કરવો સહજ નથી કારણ કે વિશળદેવ વાઘેલાના શાસનકાળ પહેલાંના કેટલાક બિંબલેખો વિસનગરમાંથી ઉપલબ્ધ થયા છે.
- શાંતિનાથના દેરાસરમાં વિ.સં. ૧૧૯૦ નો લેખ છે, જેમાં મહાડના પુત્ર ચાહીલે તથા તેની પત્ની આશાદેએ બિંબ પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે ઉપરોક્ત મંદિરની પંચતીર્થ પ્રતિમામાં વિ.સં. ૧૨૧૧ ના વૈશાખ વદી બીજને બંધવારનો લેખ છે. વળી દિપરા દરવાજા વિસ્તારમાં આવેલા ઋષભદેવના દેરાસરમાં વિ.સં ૧૨૯૭ ના લેખમાં નીલકર્ણના પિતાએ આદીનાથનું બિંબ કરાવ્યાનો ઉલ્લેખ છે. તદુપરાંત શાંતિનાથના મંદિરની ભમતીમાં પ્રવેશતાં વિ.સં.૧૩૦૦ ના જેઠ સુદ પાંચમ ગુરુવારના લેખમાં એક શ્રીમાળી વાસુક ઠાડા તથા ધીધાને બિંબ પ્રતિષ્ઠિત કરાવ્યાની નોંધ છે.
- ઉપરોક્ત લેખો ઉપરથી એક તદન નવીન બાબત જાણવા મળે છે કે આ નગરી ના કહેવાતા સ્થાપક વિશળદેવ વાઘેલા પહેલાં પણ વિસનગરનું અસ્તિત્વ હતું. આમ છતાં અભિલેખોમાં ભાગ્યે જ વિસનગરનો ઉલ્લેખ મળે છે એનું કારણ વડનગરની તુલનામાં તેને મળેલું ઓછું મહત્વ ગણી શકાય.
- ઔરંગઝેબના અમલ દરમ્યાન ઈ.સ. ૧૬૭૩ માં વિજાપુર , કડી અને પાટણ પરગણાંમાંથી એકવીસ ગામો અલગ કરી વિસનગર પરગણાને વિશાળ બનાવ્યું અને વિસનગરને નવું ઇસ્લામી નામ "રસુલાબાદ" આપવામાં આવ્યું. પરંતુ તે બહુ ચાલ્યું નહિ અને ફરીથી "કસ્બ એ બિસલનગર" નામે ઓળખાવા લાગ્યું . જો કે તેનું સિમાવર્તી મહત્વ વધ્યું તેથી ઔરંગઝેબે અહી એક કિલ્લો બંધાવ્યો. ઈ.સ. ૧૬૭૯ માં ઔરંગઝેબે મેવાડ પર આક્રમણ કરતાં તેને બીજે મોરચે વાળવા ત્યાંના રાણા રાજસિંહના યુવરાજ ભીમસિંહે વિસનગર પર પ્રતિઆ ક્રમણ કરી તેને તારાજ કર્યું
- ઔરંગઝેબના મરણ પછીની અરાજકતાનો ભોગ વિસનગર પણ બન્યું. મરાઠાઓની રંજાડ વધી ગઈ પરિણામે વિસનગરમાં વસતા શાંતિપ્રિય લોકોના એક સમુહે પાલનપુરના મુસ્લિમ રાજ્યમાં હિજરત કરી. ત્યાંના નવાબે કરીમાબાદ નામનું ઉપનગર આબાદ કરીને તેમને વસાવ્યા. આ હિજરતીઓમાંના કેટલાક ગુર્જ કંસારાઓ ત્યાંથી પણ રાધનપુરના નવાબને આશ્રયે જઈને રહ્યા.
- મુઘલસત્તા પતનને માર્ગે જતાં મરાઠાઓ પ્રબળ બન્યા અને તેમણે ક્રમશ: ગુજરાત જીતવાનું શરૂ કર્યું. ઈ.સ. ૧૭૩૪ માં શેરખાન બાબી પાસેથી દામાજી ગાયકવાડ બીજાએ વડોદરા પડાવ્યું . ત્યારે તેની પાસે પેશવા બાજીરાવે કરાર કરી વિસનગર રહેવા દીધું. મરાઠાઓએ અમદાવાદ જીત્યું. ત્યારે પણ વિસનગર બાબી જોરાવરખાનની પાસે જ રહેવા દીધું. આ જોરાવરખાને વિસનગરને આબાદ કર્યું. તેણે જુના કિલ્લાને સમ્રાવ્યો અને બિબિપરા (દિપરા)ને શાહી વસવાટ બનાવ્યો.
- વિસનગર જેવો ફળદ્રુપ મરાઠાઓ બાબીઓ પાસે લાંબો સમય રહેવા નદે એ સ્વાભાવિક હતું. દામાજીરાવે ઈ.સ. ૧૭૬૩ માં વિસનગર પર આક્રમણ કરી અત્યારે "મીરાંનો ખાંચો" તરીકે ઓળખાતા વિસ્તારમાં જોરાવરખાનને મારી ત્રીસ વર્ષના વિસનગરમાંના મુસ્લિમ શાસનનો અંત આણ્યો.
- દામાજીએ પોતાના ઉત્તર ગુજરાતના રાજ્યની રાજધાની વિસનગરને બનાવી. તેને અહિંયા એક વિશાળ શસ્ત્રાગાર સ્થાપ્યું જેમાં તોપો, દારૂગોળો , બંદુકો વગેરે રાખવામાં આવ્યાં હતાં. આનંદરાવ ગાયકવાડના રાજ્યકાલ દરમ્યાન ઈ.સ. ૧૮૦૧ માં કડીમાંના તેના પિતરાઈ મલ્હાર રાવે વિસનગરને સ્વત્રંત અને સાર્વભાૈમ બનાવ્યું જેની યાદગીરી "ફતેહ દરવાજા" નામમાં જળવાઈ છે. ગાયકવાડોના આ પારિવારિક સંઘર્ષમાં અંતે સેનાપતિ બાબાજી અને મેજર વાર્કરનાં સયુંકત દળોએ વિદ્રોહી મલ્હાર રાવને હરાવી વિસનગરને વડોદરા રાજ્ય સાથે ભેળવી દીધું.
- વિસનગરનો સર્વ પ્રથમ અભીલેખિત ઉલ્લેખ તો શંખેશ્વર (તાં.સમી) ના ડોસલા પાશ્વઁનાથના મંદિરની એક પ્રતિમા પર મળે છે. વિ.સં. ૧૩૩૪માં પ્રતિષ્ઠિત થયેલ આ બિંબ પર દ્ર(સંસ્કૃતમાં લખેલ છે.) એવું સ્પષ્ટ વંચાય છે. બાકી કાંસા, વિસનગરના જૈન પ્રતિમાલેખો અને છેક હમણાંના પીંડારિયા તળાવની સ્વામી નારાયણની છત્રીના લેખમાં પણ વિસનગરનો ઉલ્લેખ નથી એ આશ્વર્યકારક કહેવાય.
- “હીર સૌભાગ્યકાવ્ય” નામના ગ્રંથમાં બીજી મહત્વની માહિતી મળે છે કે, એ વખતે ચલણના દ્રમ નામના સિક્કાનાં “વિસલપૂરી” જેવા નામો હતાં. આના પરથી સાબિત થાય છે કે વિસનગરમાં એ સમયે ટંકશાળ હશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસનગરની આ ટંકશાળાના સિક્કાઓ ચલણમાં વપરાતા હતાં. હીર વિજય સૂરીનીજન્મભૂમિ પાલનપુરમાં પાર્શ્વનાથના મંદિરમાં દરરોજ ૫૦૦ વિસલ્પુરી દ્રમનો ખર્ચ પૂજાવિધિમાં થતો હતો એવા ઉલ્લેખો ગુજરાતના રાજકીય ઈતિહાસમાં વિસનગર ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થયા પછી સ્પષ્ટ ઉલ્લેખો સાથે દેખાય છે. ગુજરાતમાં દિલ્હીના સુલતાનોની સત્તા ઈ.સ. ૧૩૦૪ માં પાટણ તથા ગુજરાતના કેટલાક ભાગોમાં સ્થપાઈ. ગુજરાતનો વહીવટ દિલ્હીના સૂબાઓ કરતા. આ વખતે દિલ્હીના સૂબાઓ અને પાછળથી ગુજરાતના સ્વતંત્ર સુલતાન મુઝ્ફ્ફરે ઇડરના રાવ રણમલ સાથે લડાઈ કરી.આ યુધ્ધની વિગતમાં ઉતરતાં સ્પષ્ટ થાય છે કે, રણમલ પર દબાણ વધતાં તે વિસનગર વિસ્તારમાં પલાયન થઈ ગયો.
- આની પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં મુસ્લિમોના શાસનકાળ વખતે પણ વિસનગર ધર્માધ મુસલમાન શાસકોના કબજામાં ગ હોતું. જો તેમ હોત તો રણમલ ત્યાં પલાયન થઇ ધર્માધ દુશ્મનોના મોમાં પડે નહિ.
- મુઘલ સમ્રાટ અકબરે ઈ.સ. ૧૫૭૨મા ગુજારત જીત્યું પરિણામે વિસનગર આ વિશાળ સામ્રાજ્યનો એક ભાગ બન્યું. એ સમયે વિસ્નાગાર પરગણા નામક વહીવટી એકમનું મુખ્ય મથક હતું. અબુલ ફઝલ પોતાના ઈતિહાસ ગ્રંથ” આઈના – એ – અકબરી” માં વિસનગર પરગણાની વિગત આલેખે છે. આ સમયે તારંગાના પ્રાસાદનો વિસનગરના સંઘે જીણોધ્ધાર કરાવ્યો. આ ઉપરાંત વિ.સં ૧૬૫૫ માં ઓસવાલ જ્ઞાતીના વૃધ્ધ શાખાના શાહ સરમાંકે વિસનગરના નેમિનાથ મંદિરના ગભારામાંના કુંથુંનાથના બિંબની પ્રતિષ્ઠા કરી એવો લેખ છે. આ બિંબની પ્રતિષ્ઠા હિર્વીજય સૂરીનાશિષ્યવિજયસેન સૂરીએ કરી હતી.
- આ ઘટના પછી અંગ્રેજોની છત્રછાયા નીચે ગાયકવાડનો શાંતિપૂર્ણ રાજ્ય અમલ શરૂ થયો અને વિસનગરની સર્વાંગી પ્રગતિના મંડાણ થયાં. ઈ.સ. ૧૮૭૪ માં ગુજરાતી શાળા, ૧૮૮૨ માં એ.વી. સ્કૂલ ૧૮૮૬મા ઉર્દુ શાળા અને ૧૮૮૭ માં કન્યા શાળા તેમજ અત્યંજ શાળા સ્થપાઈ. એ જ રીતે ૧૮૮૭ માં વિસનગર વિસ્તારના સ્વાતંત્ર્યપ્રિય ઠાકોરોના અંતરિયાળ પ્રદેશમાં તારંગા સુધી જતી રેલ્વે સ્થાપવાનો મુખ્ય ઉદ્રેશ્ય તો ૧૮૫૭ વખતે ત્યાં થયેલ સંક્ષોભ ઉગ્ર બને તો થોડીક્ષણોમાં લશ્કરને ઠાલવવાનો હતો. ૧૮૮૪ માં જનરલ લાયબ્રેરીની સ્થાપનાએ પ્રજામાં ઘણાં ક્ષેત્રોમાં ઉપકાર કર્યો હતો.
- ઈ.સ. ૧૯૦૬મા ગાયકવાડે કરેલ ફરજીયાત કેળવણીની જોગવાઈએ વિસનગરની પ્રજાને સાક્ષર તો કરી પરંતુ તેમનામાં રાષ્ટ્રીય સભાનતા જાગ્રત કરી તે વિશેષ. પ્રજામંડળનું ૧૪ મુ અધિવેશન ૧૯૩૭માં વિસનગરમાં યોજાયું. જેને લોખંડી પુરુષ સરદાર પટેલનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો. ૧૯૪૨ ની “હિન્દ છોડો” ચળવળમાં વિસનગરે પોતાના પનોતા પુત્ર ગોવિંદરાવ ઉત્રાણકરને શહીદ બનાવી ગાયકવાડના શાસનમાં સ્વાયત્તતા મેળવી શકાઈ અને આજ પ્રજામંડળે ૧૯૪૯ માં ભારતીય સંઘમાં વડોદરા રાજ્યને જોડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.